વિશિષ્ટ બાળકો સંદર્ભે પ્રત્યાયન કૌશલ્યો

વિશિષ્ટ બાળકો સાથે વિવિધ કૌશલ્યો દ્વારા વિશિષ્ટ રીતે પ્રત્યાયન પ્રસ્તાવના : ' વિશિષ્ટ બાળકો સાથે પ્રત્યાયન' 'પ્રત્યાયન એટલે વાતચીત' 'વિશિષ્ટ બાળકો સાથે એમની ભાષામાં વાતચીત' બાળકો સાથે શિક્ષકો અને શિક્ષકો સાથે બાળકો વાતચીત કરતા હોય તેને પ્રત્યાયન થયું કહેવાય. - વિશિષ્ટ બાળકોમાં પ્રત્યાયન પ્રક્રિયા કેવી હોઈ શકે? કઈ રીતે તેઓ પોતાના વિચારો દર્શાવી શકે? કેવી રીતે તેઓ પોતાની લાગણી વ્યક્ત કરી શકે? જરા વિચારો…. કારણ કે વિશિષ્ટ બાળકો માં પ્રતિભાશાળી, મંદબુદ્ધિ, મૂક બધિર, અંધત્વ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. - દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો તેમની સાથે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવી પડે. - જો દરેક વિશિષ્ટ બાળકો સાથે એક સરખું પ્રત્યાયન કરવામાં આવે તો શું થશે? - વિશિષ્ટ બાળકો સાથે પ્રત્યાયન કરવું એક પડકારરૂપ ગણાવી શકાય. જેને પહોંચી વળવા માટે વિશિષ્ટ કૌશલ્યોની આવશ્યકતા ઊભી થાય છે. આ માટે અહીં વિવિધ પ્રકારના કૌશલ્ય દર્શાવ્યા છે તે મુજબ વિશિષ્ટ બાળકો સાથે વાતચિત ની તકો ઊભી કરવામાં આવે તો તે બાળક સરળ રીતે પ્રત્યાયન કરી શકે. - તમે વિચારી શકો ક...